Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-Silver price today: Gold and silver prices at all-time high, know today's new price

Gold-Silver price today: સોના અને ચાંદીની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gold-Silver price today: સોના અને ચાંદીની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

 

App Store

Gold-Silver price today: સોનાના ભાવમાં વર્ષ 2025માં જોરદાર તેજી આવી છે. વર્ષની શરૂઆતથી, સોનું લગભગ 48 ટકા જેટલું મોંઘુ થયું છે. સોના ઉપરાંત  ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ ઓલ ટાઈમ હાઈ નજીક રહ્યા હતા.

24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ હવે 1,16,954
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJE) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ હવે 1,16,954 રૂપિયા પર છે, જે એક અઠવાડિયા પહેલા આ દિવસે 1,13,262 રૂપિયા હતો, જેમાં 3692 રૂપિયાનો વધારો જોવા મળે છે.

તો 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,07,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અગાઉ 1,03,782 રૂપિયા હતો. 18 કેરેટ સોનાનો ભાવ વધીને 87,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે 10 ગ્રામનો 84,974 રૂપિયા હતો.
 
ચાંદીના ભાવ રૂપિયા 7,510 વધીને રૂપિયા 1,45,610 પ્રતિ કિલો
આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવ રૂપિયા 7,510 વધીને રૂપિયા 1,45,610 પ્રતિ કિલો થયા, જે અગાઉ રૂપિયા 1,38,100 પ્રતિ કિલોનો ભાવ હતો

ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 40,792 અથવા 53.55 ટકા વધીને રૂપિયા  76,162 થી રૂપિયા 1,16,954 થયો છે. ચાંદીના ભાવ પણ રૂપિયા  59,593 કે 69.28 ટકા વધીને રૂપિયા 1,45,610 થયા છે, જે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 860170થી વધીને રૂપિયા 1,45,610 થયો છે.