Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Cyclone Shakti: Heavy rain in Botad after noon, fear of damage to cotton crop

Cyclone Shakti: Botadમાં બપોર બાદ ધોધમાર વરસાદ, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Cyclone Shakti: Botadમાં બપોર બાદ ધોધમાર વરસાદ, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ
સોર્સ : GSTV

Cyclone Shakti: ગુજરાતમાં દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં હજી ચોમાસું સત્તાવાર રીતે સમાપ્ત નથી થયું. બીજી તરફ અરબ સાગરમાં શક્તિ વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છે. જેના લીધે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેર સહિત ગ્રામ્યમાં રવિવારના બપોરે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં બોટાદમાં બફારા વચ્ચે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે ઠંડક પ્રસરી હતી. જે બાદ વરસાદી માહોલ જામ્યો હતો. 

App Store

બોટાદમાં ભરબપોરે વરસાદી ઝાપટું વરસી જતા બોટાદવાસીઓને વરસાદી મોજ પડી ગઈ હતી. જે બાદ પાળિયાદ રોડ, પાંચપડા, હવેલી ચોક. સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસતા વરસાદી પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગ દ્વારા વર્ષાઋતુ હવે પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદી વાતાવરણ નહીં હોવા છતાં વરસાદથી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આ વરસાદથી કપાસના ફાલ કે વાવેતરને નુકસાન થવાની સંભાવના વધી રહી છે.