USA news: અમેરિકામાં હાઉસ કીપિંગનું કામ કરતા ગુજરાતી યુવકની હત્યા, સીસીટીવી સામે આવ્યા, એક શખ્સની અટકાયત

USA news: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફુટેઝ પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે, અમેરિકાના પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં હાઉસ કિપિંગનું કામ કરતાં યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. ફાયરિંગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બનાવને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
મળતી માહિતી મુજબ, મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ છેલ્લા ઘણાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને હાઉસ કિંપિંગનું કામ કરતા હતા. આરોપીએ અંગત અદાવતમાં રાકેશ પર ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે.
સમગ્ર ઘટના શુક્રવાર (3 ઓક્ટોબર, 2025)ની સવારની છે. 25 વર્ષીય ચંદ્રશેખરે હૈદરાબાદમાં BDSની ડિગ્રી મેળ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના ડલાસ ગયો હતો. જ્યાં તે શિક્ષણ મેળવવાની સાથે એક ગૅસ સ્ટેશન પર પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતો હતો. મળતી માહિતી મુજબ, ઘટનાની સવારે કેટલાક લૂંટારુઓ ગેસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટફાટના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં ચંદ્રશેખરને છાતીના ભાગે ગોળી વાગી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદ્રશેખરને સારવાર અર્થે હોસ્પિટલ જતાં દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ડલાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

