Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha news: Farmers from 11 villages of Himmatnagar protest fiercely against HUDA

Sabarkantha news: હિંમતનગરના 11 ગામડાઓના ખેડૂતોનો HUDA સામે ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: હિંમતનગરના 11 ગામડાઓના ખેડૂતોનો HUDA સામે ઉગ્ર વિરોધ
સોર્સ : GSTV

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા એક મહિનાથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની જમીન કપાતમાં જશે. સમગ્ર મામલે હિંમતનગરના બેરણા ગામમાં રવિવારે (5 ઓક્ટોબર) HUDAની વિકાસ યોજનાના વિરોધમાં ખેડૂતો-ગ્રામજનોએ બેસણું યોજ્યું હતું. 

App Store

હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ
મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં છેલ્લા ઘણાં દિવસોથી HUDAને લઈને ગ્રામજકો અને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં 11 ગામના લોકો એકઠા થઈને HUDAની વિકાસ યોજનાનું બેસણું કર્યું, આ દરમિયાન મોટી સંખ્યામાં હાજર બહેનોએ HUDAના નામના છાજિયાં લીધા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ દશેરાના દિવસે HUDAનું દહન કર્યું હતું. 

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, 'હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી. આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.'