VIDEO: Vapiના ડુંગરામાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગ, કલાકો બાદ જ્વાળાઓ પર મેળવાયો કાબુ
વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔધોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી.મોડી રાત્રે આગ લાગતા આસપાસના વ
વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔધોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી.મોડી રાત્રે આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દોડતી થઈ હતી. ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.
કાચો માલ બળીને ખાક
વાપીના છેવાડે આવેલા ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટસ નામની એક કંપનીમાં આગ લાગી ગઈ હતી. આ કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન બને છે .જેમાં કોઈ કારણોસર કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી. જો કે કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીનો મોટો ભાગ આજની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વાપીની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. જોકે વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદની જરૂર જણાતાં વાપી અને આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.
કોઈ જાનહાનિ નહી
ઘટના સ્થળ પર પાંચથી વધુ ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. સલામતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાંથી કામદારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. આખરે ફાયર બ્રિગેડની પાંચથી વધુ ટીમોએ આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.






