પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર મહિલાને પ્રેમીએ ઝેર પીવડાવ્યું, જાણો ક્યાં બની આ ઘટના
આજકાલના યુવાનો પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે તેમના પ્રેમમાં અડચણરૂપ બનનારની હત્યા કરતા

આજકાલના યુવાનો પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે તેમના પ્રેમમાં અડચણરૂપ બનનારની હત્યા કરતા પણ ખચકાતા નથી. રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી જ એક ઘટના બની છે, જેમાં એક તરફી પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકાની બીજે સગાઇ કરાવનાર મહિલાની હત્યાનો પ્રયાસ કર્યો છે.
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીનું કારસ્તાન
ભરુચના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલબેન સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો, જેની જાણ થતા તેમણે બહેનની દીકરીની બીજે સગાઈ કરાવી હતી. આ સગપણથી નારાજ થઈ એએક તરફી પ્રેમમાં પાગલ ફરહાને સોનલબેનની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું.
પ્રેમિકાની માસીને ઝેરી દવા પીવડાવી
સોનલબેન BTM મિલ પાસેથી એકલા જઈ રહ્યાં હતા ત્યારે ફરહાન તેના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો અને સોનલબેનને આંતરીને મિત્રની મદદથી બળજબરીથી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સનકી યુવક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
આ ઘટના બાદ સોનલબેનને સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જયારે એક તરફી પ્રેમમાં પાગલ ફરહાન અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.






