મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“આ Whatsapp ગ્રુપમાં જોડાવવા મહિને 1500 આપવા પડશે”, ભાવનગરમાં ભેજાબાજોની કમાલ, 5 સામે નોંધાઈ ફરિયાદ

ભાવનગરમાં 5 ભેજાબાજ યુવકોએ કમાણી કરવા માટે એક એવો કિમીયો કર્યો છે કે સાંભળીને કોઈપણ ચોં

“આ Whatsapp ગ્રુપમાં જોડાવવા મહિને 1500 આપવા પડશે”, ભાવનગરમાં ભેજાબાજોની કમાલ, 5 સામે નોંધાઈ ફરિયાદ

ભાવનગરમાં 5 ભેજાબાજ યુવકોએ કમાણી કરવા માટે એક એવો કિમીયો કર્યો છે કે સાંભળીને કોઈપણ ચોંકી જાય. આ યુવકોએ Whatsappમાં એક ગ્રુપ બનાવ્યું હતું, આ ગ્રુપમાં તેઓ અમુક ખાસ લોકો માટે એવી કામની માહિતી મોકલતા હતા કે ગ્રુપમાં લોકોને જોડવા માટે આ યુવકો મહિને રૂ.1000થી 1500 લેતા હતા. 

Whatsapp ગ્રુપ બનાવી ખનીજ માફિયાઓને માહિતી મોકલતા હતા

આ 5 યુવકોએ Whatsappમાં ખનીજ માફિયાઓને માહિતી મોકલવા માટે ગ્રુપ બનાવ્યું હતું. આ યુવકો ખનીજ માફિયાઓને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની માહિતી અને તેમના લોકેશન મોકલતા હતા, જેથી કરીને આ અધિકારીઓ રેડ પાડે આ પહેલા ખનીજ માફિયાઓને માહિતી મળી જાય અને તેઓ સાવધાન થઈ જાય. આ યુવકો કલેક્ટર કચેરીના ગેટ પાસે ઉભા રહી જાણભેદુઓ દ્વારા સરકારી અધિકારીઓની માહિતી મોકલતા હતા. 

ગ્રુપ બનાવનાર 5 યુવકો સામે નોંધાઈ ફરિયાદ

 Whatsappમાં આ ગ્રુપ બનાવનાર યુવરાજસિંહ વાઢેર નામના યુવક  સહિત 5 યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે અને સરકારી કામમાં ફરજમાં રુકાવટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો