ગુજરાતમાં દેશ વિરોધી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ‘ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુરૂવારે સોશિયલ મીડિયા

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ‘ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુરૂવારે સોશિયલ મીડિયા દેશવિરોધી પોસ્ટ કરનારા ચાર સામે ફરિયાદ કરાઈ છે. પોલીસના ધ્યાનમાં આવી કોઈ પોસ્ટ આવશે તો કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ કે દેશવિરોધી પોસ્ટ પર પોલીસની નજર છે.
ગુજરાતમાં દેશવિરોધી અને સેનાનું મનોબળ તોડનાર પોસ્ટ કરનાર ચાર લોકો સામે ફરિયાદ નોંધાઇ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને સેનાનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ પ્રકારની કોઇ પણ હરકત ચલાવી લેવામાં આવશે નહીં.ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવાની સાથે કોઇ પણ આવી પોસ્ટ ધ્યાનમાં આવે તો કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે.
જામનગરમાં રહેતા શખ્સે રાષ્ટ્ર વિરોધી કરી હતી પોસ્ટ
મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના જામનગરમાં રહેતા મનીષ ડાંગરિયા જલાણા નામના શખ્સે રાષ્ટ્રવિરોધી લાગણી મામલે વિવાદિત પોસ્ટ કરી હતી. આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
4 FIR દાખલ કરવામાં આવી
ગુજરાત પોલીસે મોટી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાષ્ટ્રવિરોધી લાગણીઓ ફેલાવવા અને સેનાનું મનોબળ નીચું કરવા બદલ 4 FIR દાખલ કરવામાં આવી છે. બધાને કડક ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર નકારાત્મકતા અને અનાદર ફેલાવવાને સહન કરવામાં આવશે નહીં. નિયમોનું પાલન કરો અને તેમનો આદર કરો.








