બનાસકાંઠા : ભરૂચ અને નડિયાદના 4 નકલી પત્રકારોની ધરપકડ, જાણો શું છે મામલો
FIR against 4 fake journalists from Bharuch and Nadiad in Palanpur | બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભરૂચ અને નડિયાદના 4 નકલી પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભરૂચ અને નડિયાદના 4 નકલી પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ નકલી પત્રકારોએ સસ્તા અનાજની દુકાન ધરાવતા એકે વેપારીને ધાક-ધમકી આપી બળજબરીથી તેની પાસેથી નાણાં પડાવ્યા હતા.
આ 4 પત્રકારો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- જય મહેશકુમાર શ્રીમાળી, નડીયાદ
- હાર્દિક ભુપેન્દ્રભાઇ દેવકીયા, નડીયાદ
- ગૌતમકુમાર જીવણલાલ ડોડીયા, ભરૂચ
- નુરમહંમદ અબ્દુલ્લા પટેલ, ભરૂચ
રેશન દુકાનધારકને ધમકાવીને પડાવ્યાં નાણાં
નડિયાદ અને ભરૂચના આ 4 નકલી પત્રકારોએ પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના વેપારી રાજેશ પોપટલાલ બારોટને વાહન સાથે રોકી સરકારી અનાજ સગેવગે કરે છે તેવા ખોટા સમાચાર પ્રસિદ્ધ કરી લાયસન્સ રદ્દ કરવાની ધમકી આપી હતી.
આ નકલી પત્રકારોએ દુકાનડર પાસે 10 હજારની માગણી કરી ધમકીઓ આપી હતી અને લાયસન્સ રદ્દ કરાવી દઈશું એવો ભય બતાવીને રૂ.2000 બળજબરીરથી પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનાર દુકાનદારે તમામ 4 નકલી પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તમામ 4ની ધરપકડ કરી છે.






