ભાવનગર : મહુવાની સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોત મામલે 3 ડોક્ટર્સ સામે નોંધાયો ગુનો
Mahuva Bhavnagar News : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલી સદભાવના હોસ્પિટલમાં સા

Mahuva Bhavnagar News : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલી સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાના કેસમાં 4 મહીના બાદ ડોક્ટર સામે ગુનો નોંધાયો છે.
લાયકાત ન ધરાવતા ડોક્ટરે એનેસ્થેસિયા આપ્યો
મુહવાના કળસાર ગામમાં આવેલી સદભાવના હોસ્પિટલમાં 16-08-2024ના રોજ કાજલબેન બારૈયા નામની મહિલા ગર્ભાશય સંબંધિત બીમારીની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જેમાં ગર્ભાશયના ઓપરેશન દરમિયાન લાયકાત ન ધરાવતા ડોક્ટરે એનેસ્થેસિયા આપ્યા બાદ પરિણીત મહિલા ભાનમાં જ આવી ન હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.
તપાસમાં 3 ડોક્ટર્સની બેદરકારી સામે આવી
સમગ્ર મામલે મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, જે બાદ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સાથે તપાસ માટે કમિટી બેસાડવામાં આવી હતી. ફોરેન્સિક પીએમ અને કમિટીની તપાસના રિપોર્ટમાં સદભાવના હોસ્પિટલના ડો.પ્રવીણ બલદાણીયા, ડો.જીતેશ કળસરીયા અને ડો.મંથન સોજીત્રાની બેદરકારી સામે આવી હતી.
ત્રણેય ડોક્ટર્સ સામે નોંધાયો ગુનો
ડો.પ્રવીણ બલદાણીયા, ડો.જીતેશ કળસરીયા અને ડો.મંથન સોજીત્રા આ તમામ ડોક્ટરે મૃતક મહિલાની લેપ્રોસ્કોપી સર્જરી પહેલા એનેસ્થેટીકને ન બોલાવી જાતેજ એનેસ્થેસિયા આપી માનવ જિંદગીને જોખમાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.






