BUDGET 2025-26: નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર બજેટ રજૂ કરશે, સરકાર 10 નવી જાહેરાતો કરશે તેવી શક્યતાઓ
નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર આજે બજેટ રજૂ કરશે. જેમાં વિધાનસભામાં પેપર

નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર આજે બજેટ રજૂ કરશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે.
વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે
વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે.જેમાં મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ,વહીવટી સુધારણા,ગૃહ,મહેસુલ,શહેરી વિકાસ સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરશે. આ ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ,વાહનવ્યવહાર સહિતના વિભાગોના પ્રશ્નોને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતો,શિક્ષણ,આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ
આ બજેટમાં સરકાર દ્ધારા ક્યા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે તે જોવાનું રહેશે.ખેડૂતો,શિક્ષણ,આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે શુ જાહેરાતો કરવામાં આવશે તે પણ મહત્વનું રહેશે.
પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં
વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
વિપક્ષની કેવી છે તૈયારી?
ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.
બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે








