નડિયાદ: પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા મળેલા બે પરિવારો બાખડ્યા, સામ સામે હુમલામાં 9 વ્યક્તિ ઈજાગ્રસ્ત
આંકલાવના અમરાપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન અંગે સમાધાન કરવા મળેલા બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમા

આંકલાવના અમરાપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન અંગે સમાધાન કરવા મળેલા બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સામસામે હુમલો કરતા છથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે આંકલાવ પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમે અહીંયા કેમ આવ્યા છો તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો કર્યો
આંકલાવના અમરાપુરા વિસ્તારમાં રહેતાં રંજનબેન કનુભાઈ સોલંકીની દીકરીએ નજીકમાં રહેતા લીલાબેનના દીકરા નિલેષભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી તે ઘરના વડીલો સાથે સમાધાન માટે ગયાં હતાં. કિરણભાઈ રમેશભાઈ સોલંકીએ તમે અહીંયા કેમ આવ્યા છો તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને નજીકમાંથી લાકડી લઈ આવી રંજનબેનને મારી દેતા ઈજાઓ પહોંચી હતી.
બન્ને પરિવારોના સભ્યો વચ્ચે થઈ મારામારી
કનુભાઈ તથા આરતીબેનને પણ લાકડી વડે માર મારતા ઈજાઓ પહોંચી હતી. આ ઝઘડામાં પ્રવિણભાઈ ઉદેસિંગ રાણા વચ્ચે છોડાવવા પડતા તેમને પણ કપાળ અને ડાભા હાથે લાકડી મારી દેતા ઈજાઓ પહોંચી હતી. આ ઝઘડામાં કિરણભાઈનું ઉપરાણું લઈ ચિંતનભાઈ રયજીભાઈ સોલંકી, બુધાભાઈ ચીમનભાઈ સોલંકી અને કંચનભાઈ બેટ તથા લાકડી લઈ આવી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.
જાનથી મારી નાખવાની ધમકી આપી
સામાપક્ષે લીલાબેન ઠાકોરભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના દીકરા નિલેશભાઈએ નજીકમાં જ રહેતા કનુભાઈ સોલંકીની પુત્રી ક્રિષ્ના સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી ગત તા.૧૭મીના રોજ રાત્રિના સુમારે ક્રિષ્નાબેનના મામા પ્રવિણભાઈ શંકરભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ઉર્ફે જાડો મહેશભાઈ ગોહેલ, અજયભાઈ કનુભાઈ ગોહેલ અને પ્રવિણભાઈ ઉદેસિંહ રાણા તેમના ઘરે આવ્યા હતા અને અમને સમાધાન કરવા માટે કેમ તમારા ઘરે બોલાવ્યા તેમ કહી પ્રવિણભાઈએ લાકડાનો ડંડો લીલાબેનને મારી દીધો હતો.
જગદીશભાઈ, કંચનભાઈ, દિલીપભાઈ અને નિમેશભાઈ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યો હતો. બાદમાં આ તમામ શખ્શો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા.








