મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેશોદના ગંગનાથપરામાં સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે મારામારી, 11 મહિલાઓ સહિત 25 સામે ફરિયાદ દાખલ

રાજ્યના કેશોદમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે મારા-મારીની ઘટના સામે આવી છે

કેશોદના ગંગનાથપરામાં સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે મારામારી, 11 મહિલાઓ સહિત 25 સામે ફરિયાદ દાખલ

રાજ્યના કેશોદમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે મારા-મારીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે વાહન પાર્કિંગના મુદ્દે થયેલી બબાલ મારામારીમાં ફેરવાઈ હતી.

બંને જૂથના લોકો એકબીજા પર હથિયાર લઈને તૂટી પડ્યા

ઉલ્લેખનીય છે કે  આ ઘટનામાં બંને જૂથના લોકો એકબીજા પર હથિયાર લઈને તૂટી પડ્યા હતા. તો બીજી તરફ બન્ને જૂથના 4-4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

11 મહિલાઓ સહિત 25 લોકો સામે કેસ દાખલ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત તમામને  સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો બીજી તરફ  મારા-મારીની  ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં હોસ્પિટલ પાસે ઉમટી પડ્યાં હતાં, જેનાથી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. બંને જૂથોએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં સામ-સામે ફરિયાદ નોંધાવી, જેમાં કુલ 11 મહિલાઓ સહિત 25 લોકો સામે કેસ દાખલ થયા

આ સમાચાર શેર કરો