મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી; મહિલા કોન્સ્ટેબલનો સતત બીજા દિવસે વીડિયો વાયરલ!

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચેના ઘર્ષણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરના હા

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચેના ઘર્ષણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરના હાર્દ સમાન ગણાતા લીમડા ચોક વિસ્તારમાં વાહન ટો કરવા મુદ્દે ટ્રાફિક પોલીસ અને એક વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટમાં ટ્રાફિક નિયમન અને દંડની કામગીરી દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ થવાની આ સપ્તાહની બીજી મોટી ઘટના છે. લીમડા ચોકમાં જ્યારે ટોઈંગ વેન દ્વારા વાહન ઉપાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે વાહનચાલક અને પોલીસ કર્મી વચ્ચે વાત વણસી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી.

આ ઘટનામાં સૌથી વધુ ચર્ચા ટોઈંગ વેન સાથે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલની થઈ રહી છે. નોંધનીય છે કે, આ મહિલા કોન્સ્ટેબલનો અન્ય એક ઘર્ષણનો વીડિયો ગઈકાલે પણ વાયરલ થયો હતો. સતત બીજા દિવસે પણ તેમની હાજરીમાં ઘર્ષણ થતા પોલીસની કામગીરીની પદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો