મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં ઉનાળા પૂર્વે જ જળ સંકટ; શહેરના 7 વોર્ડની 129 સોસાયટીઓમાં પાણી કાપ

હજુ તો ઉનાળાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર સ

Rajkotમાં ઉનાળા પૂર્વે જ જળ સંકટ; શહેરના 7 વોર્ડની 129 સોસાયટીઓમાં પાણી કાપ

હજુ તો ઉનાળાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આવતી કાલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી કાપ ઝીંકવાની જાહેરાત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા અનુસાર, પાણીના વિશાળ ટાંકાની સફાઈ કામગીરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કયા વિસ્તારોમાં રહેશે પાણી કાપ?

રાજકોટ મનપાના એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા મુજબ, શહેરના કુલ 7 વોર્ડના આંશિક ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેમાં વોર્ડ નંબર 4, 5, 6, 15, 8, 11 અને 13નો સમાવેશ થાય છે. આ વોર્ડમાં આવતી અંદાજે 129 જેટલી રહેણાંક સોસાયટીઓમાં આવતી કાલે પાણી આવશે નહીં. ટાંકાની સફાઈની આ કામગીરીને કારણે હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.

આ સમાચાર શેર કરો