મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: આપ નેતા જીગીશા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ, અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ

Two women arrested for attacking AAP leader Jigisha Patel in gondal | ગોંડલમાં આપ નેતા જીગીશા પટેલ પર થયેલા હુમલા મામલે 5 મહિલાઓ સહિત 9 વ્યક્તિ સામે ગોંડલ સી

Rajkot news: આપ નેતા જીગીશા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ, અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ

ગોંડલમાં આપ નેતા જીગીશા પટેલ પર થયેલા હુમલા મામલે 5 મહિલાઓ સહિત 9 વ્યક્તિ સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે પથ્થર વડે હુમલો કરનાર મુખ્ય બે મહિલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ક્રિષ્ના રાજભાઈ રાવલ તેમજ યોગીતા ઉર્ફે યશ્ચિ ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંઝુડાની કરી ધરપકડ કરી છે. પોલીસે હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

શું હતો સમગ્ર મામલો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા મહિલા નેતાની કારને ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમને કરી ઈજાઓ પહોંચાડતા મામલો ગરમાયો છે.

પ્રશ્નો સાંભળવા ગયા ને પથ્થરમારો થયો

મળતી માહિતી અનુસાર, ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે જીગીશા પટેલ સ્થાનિક મહિલાઓની રજૂઆત અને પ્રશ્નો સાંભળવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોના ટોળાએ તેમની કારને આંતરી હતી. ઉગ્ર બોલાચાલી વચ્ચે એક મહિલાએ મોટો પથ્થર મારીને કારનો કાચ ફોડીને જીગીશા પટેલ પર હુમલો કર્યો હતો. જેના કારણે જીગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજા થતા તેને પ્રથમ ગોંડલ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડ્રાઈવરની સતર્કતાથી બચ્યો જીવ

સ્થિતિ વધુ વણસે તે પહેલા જીગીશા પટેલના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને કારને ભીડમાંથી ભગાડી મૂકી હતી, જેને કારણે વધુ જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટ 'આપ'ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો

આ સમાચાર શેર કરો