મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલીના ઉતારા ગામે ખૂંખાર દીપડી પાંજરે પૂરાઈ, પશુઓના શિકારથી ઉભો થયો હતો ડરનો માહોલ

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં હાલ શેરડી કાપણી થતાં ખેતરો ખાલી થઈ રહ્યાં છે. જેથી દીપડા જેવા હિંસક જના

બારડોલીના ઉતારા ગામે ખૂંખાર દીપડી પાંજરે પૂરાઈ, પશુઓના શિકારથી ઉભો થયો હતો ડરનો માહોલ

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં હાલ શેરડી કાપણી થતાં ખેતરો ખાલી થઈ રહ્યાં છે. જેથી દીપડા જેવા હિંસક જનાવરો ગ્રામ્ય વિસ્તાર માં જોવા મળી રહ્યા છે. અહીં વાત છે. સુરત જિલ્લાના બારડોલીના તાલુકાના ઉતારા ગામનની. જ્યાં નરેશભાઈ હળપતિ પશુપાલન નો વ્યવસાય કરે છે. 16 જાન્યુઆરીના દિવસે નરેશભાઈના કોઢારમાંથી છ મહિનાનું વાછરડાનો શિકાર કરી એક દિપડો પેપરમિલ પાસે શેરડીના ખેતરમાં ખેચી લઈ ગઈ મીજમાની માણી હતી.  

દીપડીનો કબ્જો વિભાગે લીધો

પશુના શિકારની વાતની જાણ નરેશભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે તેન સામાજિક વનીકરણને કરી હતી. જેથી ત્યાં પાંજરું મુકાયું હતું. પાંજરું મૂક્યાના 20 દિવસ બાદ  દોઢ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ હતી. ખેતરમાંથી પકડાયેલ દીપડીનો કબજો લઈ તેન સામાજિક વનીકરણની ઓફિસે લઈ જવામાં આવી હતી. ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ દીપડીને જંગલમા છોડી મુકવા માંટે તજવીજ કરાઈ હતી.

આ સમાચાર શેર કરો