મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડાંગના કોટબા ગામે દીપડીનું બચ્ચું છૂટું પડી જતાં અફડાતફડી, ઘરમાં ઘુસી જતાં લોકોના જીવ થયાં અધ્ધર

ડાંગના આહવા તાલુકાના કોટબા ગામે શિકારની શોધમાં દીપડી અને બચ્ચું નીકળ્યા હતાં.

ડાંગના આહવા તાલુકાના કોટબા ગામે શિકારની શોધમાં દીપડી અને બચ્ચું નીકળ્યા હતાં. જો કે, અગમ્યકારણોસર દીપડીનું બચ્ચું વિખૂટું પડી ગયું હતું. જેથી ઘરમાં ઘુસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ કહ્યું કે, અમરદીપ પાલવાના ઘર પાછળ આવેલા વાડામાં ફસાયેલાં દીપડીના બચ્ચાનો અવાજ આવતા લોકોએ બચ્ચાને રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ઘટના સ્થળે આવી જઈ દીપડાના બચ્ચાને જંગલમાં છોડવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃસુરતમાં ત્રીજા ધક્કે અપાતું માત્ર આટલું જ રાશન, વિપક્ષે જનતા રેડમાં ઝડપી પાડી ગેરરીતિ

આ સમાચાર શેર કરો