Surat News: હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાતા મહિલા રત્નકલાકારની હાલત ગંભીર, માથાના વાળ નીકળી ગયા સ્કિન સાથે
હીરા ઉદ્યોગમાં પુરુષ રત્નકલાકારની જેમ મહિલા રત્નકલાકારો પણ કામ કરીને આર

હીરા ઉદ્યોગમાં પુરુષ રત્નકલાકારની જેમ મહિલા રત્નકલાકારો પણ કામ કરીને આર્થિક રીતે પગભર થતી હોય છે. ત્યારે સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી. તે દરમિયાન ખભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીમાં આવી જતા મહિલાના વાળ ખેંચાઈ ગયા હતા. જેથી મહિલાના માથા પરથી તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા.
મહિલા હીરા ઘસવાનું કામ કરતી હતી
ચોક બજાર વિસ્તારમાં કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહી છે. ગત 20 ઓગસ્ટના રોજ સવારે મહિલા કામ કરવા માટે કારખાના પર પહોંચી હતી. બપોરના 11:30 આસપાસ હીરા ઘસવાની ઘંટી પર કામ કરી રહી હતી. હીરા ઘસવાની ઘંટીમાં રહેલી સરેણમાં મહિલાના ખંભા પર રહેલો દુપટ્ટો આવી ગયો હતો. આ દુપટ્ટાની સાથે જ મહિલાના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી. સાથી કામદારોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડી ક્ષણોમાં જ તેના માથામાંથી તમામ વાળ છૂટા પડી ગયા હતા અને દૂર ફેંકાઈ ગયા હતા. માથા પરથી તમામ વાળ ખેંચાઈ જવાના પગલે મહિલાના માથામાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું. ત્યારબાદ મહિલાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ સારવાર માટે હાલ તે લાલ દરવાજા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માથું ધડથી અલગ થઈ ગયું
બે દિવસ બાદ એટલે કે આજે ત્રીજા દિવસે મહિલાના વાળ ખેંચાઈને દૂર પડ્યા હોય તેને મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હોય તેના નામે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. તપાસ કરવામાં આવતા મહિલા જીવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કતારગામ પોલીસમાં આ ઘટના અંગે જાણવા જોગ નોંધી હોવાનું પણ જાણવા મળ્યું છે.






