VIDEO: Suratમાં રોગચાળાએ મચાવ્યો કહેર, એક વર્ષની બાળકીની તાવ આવ્યા બાદ મોત
સુરતમાં રોગચાળો વધી રહ્યો છે અને તેનો સૌથી મોટો ભોગ નાના બાળકો બની રહ્યા છે. ગઈ કાલે એક બાળકી
સુરતમાં રોગચાળો વધી રહ્યો છે અને તેનો સૌથી મોટો ભોગ નાના બાળકો બની રહ્યા છે. ગઈ કાલે એક બાળકીનું તાવમાં મોત થયું હતું ત્યારે આજે ફરી એક વર્ષની ઉંમરના બાળકનું મોત થયું છે.સચિન પાલીગામ વિસ્તારમાં રહેતા ગણેશ પાસવાનના ૧ વર્ષીય બાળકને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં પહેલા સ્થાનિક ક્લિનિકમાં સારવાર અપાઈ હતી. બાદમાં તબિયત વધુ બગડતા તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર શરૂ થાય એ પહેલા જ બાળકનું મોત થયું. રોગચાળાના મોટા ભાગના કેસો સ્લમ વિસ્તારોમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. સતત વધતા મોતોથી પરિવારોમાં શોકનો માહોલ છે અને આરોગ્ય વિભાગ માટે આ ગંભીર પડકાર સાબિત થઈ રહ્યો છે.


