મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ એક જ પરિવારના 4 સભ્યોએ સાબરમતીમાં ઝંપલાવ્યું, કિન્નરોએ સાડી કાઢીને નદીમાં નાખી અને...

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. એક જ

અમદાવાદ/ એક જ પરિવારના 4 સભ્યોએ સાબરમતીમાં ઝંપલાવ્યું, કિન્નરોએ સાડી કાઢીને નદીમાં નાખી અને...

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. એક જ પરિવારના ચાર સભ્યોએ નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેવા આ પરિવાર નદીમાં કૂદ્યો એટલે આસપાસના લોકો તમને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા હતા.

સાબરમતી રિવરફ્રન્ટમાં પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી 

તે સમયે તાત્કાલિક ત્યાં નજીકમાં ઉભેલા કેટલા કિન્નરોએ પોતાની સાડી નદીમાં નાખીને આ પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, અને બીજા અન્ય લોકો પણ નદીમાં કુદતા ચારેયને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક તપાસ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. પ્રાથમિક તબક્કે પારિવારિક ઝઘડાના કારણે આ ચારેય આત્મહત્યા કરવા માટે આ પગલું ભર્યું હતું,  હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ ચારેય લોકોની પૂછપરછ કરી હતી.

 ચારેયને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા

 આ પરિવાર અમદાવાદના  ભુદરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. પ્રાથમિક માહિતી અનુસાર જમાઈના ત્રાસથી કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.  પરિવારમાં યુવતીની વૃદ્ધ માતા, દીકરો અને યુવતીનો 6 વર્ષીય પુત્ર છે. આ તમામે એક પછી એક સાબરમતીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સાબરમતી રિવર ફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે કોઈપણ સુસાઇડ નોટ પોલીસને મળી આવી નથી.

આ સમાચાર શેર કરો