સુરતમાં પણ નવસારી જેવી દુર્ઘટના થવાનો ભય, રસ્તાઓ પરથી ગટરના ઢાંકણા જ ગાયબ
નવસારીમાં રમત રમતું બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. જેથી 6 વર્ષના બાળકનો મૃતદહ જ માત્ર 2

નવસારીમાં રમત રમતું બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. જેથી 6 વર્ષના બાળકનો મૃતદહ જ માત્ર 22 કલાકે અંબિકા નદીમાંથી મળ્યો હતો. સુરતના મજૂરાગેટ વિસ્તારમાં રસ્તાઓ પર ગટરના ઢાંકણા ગાયબ થઈ ગયેલા જોવા મળી રહ્યાં છે. ગટરમાં કોઈ ખાબકે નહીં તે માટે ત્યાં છોડના કુંડા મૂકીને કોર્ડન કરવામાં આવ્યું છે.
તંત્રના આંખ આડા કાન
મજુરાગેટ, અઠવાગેટ સહિતના વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલા નજરે જોવા મળ્યા હતાં. મોટી સંખ્યામાં વાહનોની અવરજવર અહીં થતી હોય છે. જેથી અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચોમાસા અગાઉ થયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.
લોકોએ ઉઠાવ્યા સવાલ
નવસારીમાં બનેલી ઘટનાની રાહ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોઈ રહ્યું હોય તેમ લોકો કહી રહ્યાં છે. ગટરના ઢાંકણાની જગ્યાએ માત્ર છોડનો કુંડા મૂકી ગટરને કોર્ડન કરવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જો ગટરમાં વાહનચાલકોનું અકસ્માતમાં કંઈ થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.








