મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot : દારૂની લતનો કરૂણ અંત, માતા-પુત્રને ગાળો આપતા પિતાની પુત્રએ જ કરી નાખી હત્યા

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા ગુરુજી નગર આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્

Rajkot : દારૂની લતનો કરૂણ અંત, માતા-પુત્રને ગાળો આપતા પિતાની પુત્રએ જ કરી નાખી હત્યા

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા ગુરુજી નગર આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ પોતાના પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પિતાની દારૂ પીવાની ટેવ અને માતા-પુત્રને ગાળો આપી ત્રાસ આપવાના કારણે કંટાળીને પુત્રએ ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું હતું.

દારૂના ઝઘડામાં પુત્રે પિતાને મુક્કા માર્યા

મળતી માહિતી મુજબ, મૃતક પિતા કલ્પેશ વ્યાસને દારૂ પીવાની ખરાબ આદત હતી, જેના કારણે તેઓ અવારનવાર ઘરે ઝઘડા કરતા અને પત્ની તથા પુત્રને ગાળો આપતા હતા.

ઝઘડાના એક બનાવમાં ગુસ્સે ભરાયેલા પુત્ર ઋષભ વ્યાસે પોતાના પિતાને પેટ અને છાતીના ભાગે ત્રણથી ચાર મુક્કા માર્યા હતા, જેના કારણે પિતા કલ્પેશ વ્યાસ ત્યાં જ નીચે પટકાયા હતા.

સવારે મૃત જાહેર કરાયા, લીવરની તકલીફ પણ હતી

ઘટના બાદ સવારે જ્યારે પુત્રએ જોયું કે તેના પિતા ઊઠી રહ્યા નથી, ત્યારે તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે, 108ની ટીમે સ્થળ પર જ પિતા કલ્પેશ વ્યાસને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ વ્યાસને દારૂ પીવાની ટેવને કારણે લાંબા સમયથી લીવરની તકલીફ હતી.

પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી

આ ગંભીર ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સાપરાધ મનુષ્ય વધ (Culpable Homicide Not Amounting to Murder)નો ગુનો નોંધીને, હત્યારા પુત્ર ઋષભ વ્યાસની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગુરુજી નગર આવાસ વિસ્તારમાં શોક અને ચકચાર મચાવી દીધી છે.

આ સમાચાર શેર કરો