મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: પોલીસે હથિયાર પૂરું પાડનાર સંજયરાજસિંહ ઝાલાને દબોચ્યો, ગેંગવોરમાં થયો હતો ગોળીબાર

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં થયેલી ગેંગવોર ફાયરિંગની ઘટના

Rajkot news: પોલીસે હથિયાર પૂરું પાડનાર સંજયરાજસિંહ ઝાલાને દબોચ્યો, ગેંગવોરમાં થયો હતો ગોળીબાર

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં થયેલી ગેંગવોર ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હથિયાર પૂરું પાડનાર સંજયરાજસિંહ ઝાલાને રેલનગર વિસ્તારથી હથિયાર સાથે ઝડપ્યો છે. SOG ટીમે આ કાર્યવાહી દરમિયાન આરોપીને કાબૂમાં લીધો હતો.

સંજયરાજસિંહે ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગના ભયલુ ગઢવીને હથિયાર પૂરું પાડ્યું

તપાસમાં ખુલ્યું છે કે સંજયરાજસિંહે ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગના ભયલુ ગઢવીને હથિયાર પૂરું પાડ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, સંજયરાજસિંહ ઝાલા સામે અગાઉથી જ 8 ગુન્હાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે સમીર મૂર્ગા ગેંગના અન્ય કેટલાક શખ્સો તેમજ તેમની પાસે રહેલા હથિયારો કબ્જે કરવાનો અભિયાન શરૂ કર્યું છે.  

આ સમાચાર શેર કરો