Rajkot news : તુલસી વિવાહમાં જતા લોકોની બસ જસદણ પાસે પલટી, ઈજાગ્રસ્ત 22 લોકો સારવાર હેઠળ
Rajkot news : રાજકોટના જસદણ નજીક અકસ્માતની ઘટના સામે આવી છ

Rajkot news : રાજકોટના જસદણ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં દુર્ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 22 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બસ પલટી જતા 22 લોકો ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, જસાપરથી નવાગામ ખાતે તુલસી વિવાહના પ્રસંગમાં જમણવારમાં જતી એક ખાનગી બસને જીવાપર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત અંગે આટકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી.






