Market News: આવતા અઠવાડિયે શેરબજારની સ્થિતિ કેવી રહેશે, જાણો વિગતવાર

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 04-11 2025, રેવતી નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, પાવર, ગેસ, એગ્રો, ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં મગ, મેન્થા, જીરા, ધાણા, એલચી, પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 05-10-2025
શેરબજારમાં રજા છે.
ગુરૂવાર, તા. 06-10-2025, કૃતિકા નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, કન્સલ્ટન્સી, પી.એસ.યુ. એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, હળદર, સોયાબીન, મકાઇ અને સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 07-11-2025, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ અને બેવરેજીસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, ચણા, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 10-11- 2025, પુનર્વસુ નક્ષત્ર. મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, શિપિંગ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, મકાઇ, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

