Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : IPS officer Supercop Abhay Chudasama retires from service

Gandhinagar news: IPS અધિકારી 'સુપરકોપ' અભય ચુડાસમા સેવા નિવૃત્ત થયા

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: IPS અધિકારી 'સુપરકોપ' અભય ચુડાસમા સેવા નિવૃત્ત થયા
સોર્સ : GSTV

Gandhinagar news: ગુજરાત પોલીસ બેડામાંથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. આઇ.પી.એસ અધિકારી અને સુપરકોપ એવા આજે 31 ઑક્ટોબરે વયનિવૃત્ત થયા છે. તેઓ હાલ ગાંધીનગર શહેર નજીક આવેલા કરાઈ પોલીસ એકેડમી ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં જ અભય ચુડાસમાએ રાજીનામુ આપ્યું હતું. જોકે રાજ્ય સરકારે અભય ચુડાસમાનુ રાજીનામુ સ્વીકાર્યું નહોતું. તેઓ 1998 બેચના IPS અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. '

App Store

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, 'હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.' જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. 

કોણ છે અભય ચુડાસમા? 
અભય ચુડાસમા વર્ષ-1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. 

મને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. જોકે રાજીનામાં પાછળ શું કારણ છે તે અંગે ચુડાસમાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.