Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Heavy rain in Rajula, Amreli, alert issued as 2 gates of Dhataravadi Dam opened

Amreli news : અમરેલીના રાજુલામાં ભારે વરસાદ, ધાતરવડી ડેમના 2 ગેટ ખોલાતા એલર્ટ અપાયું

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Amreli news : અમરેલીના રાજુલામાં ભારે વરસાદ, ધાતરવડી ડેમના 2 ગેટ ખોલાતા એલર્ટ અપાયું
સોર્સ : GSTV

Amreli news : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં આશરે 2 ઇંચ વરસાદ થયો છે. અમરેલીના અનરાધાર વરસાદી માહોલ છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

App Store

અમરેલીના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતો ચિંતિત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમરેલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે 31 ઓક્ટોબરના રોજ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.

ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી લોકો પરેશાન છે, ત્યારે ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે ઘોઘમાર વરસાદ શરૂ છે. ખાંભાના નાના બારમણ, મોટા બારમણ, ડેડાણ, ત્રાકુડા, ભુડણી સહિતના વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે.

ભારે વરસાદના કારણે ખાંભાની ધાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જાફરાબાદના ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ધોધમાર વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2માં એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેમાં ધાતરવડી ડેમ-2માં 5400 ક્યુસેકથી વધુ પાણીની આવક શરૂ થતાં નીચાણવાળા ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, ખાખબાઈ, કોવાયા, હિંડોરણા, ઉછેયા સહિતના નદીકાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.