મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના ધોરાજી-જૂનાગઢ રોડ, જમનાવડ રોડ અને સાનરાવાઈ વિસ્તારના ખેડૂતોની માઠી દશા સરકાર સુધી પહોંચાડવા માટે રામધૂન બોલાવી

VIDEO: રાજકોટ જ

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ અને જૂનાગઢ રોડ પરનાં સોનારવાઈ વિસ્તારના અંદાજે દોઢથી બે હજાર વીઘા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિવારજનોનું જતન કરી શકાય તે માટે પણ જગતનો તાત ચિંતિત બન્યા છે. કારણ કે જગતનો નાથ રીસાયો છે અને કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માઉઠા અને વાવાઝોડાના કહેર વર્તાવ્યી રહ્યો છે. જેથી ખેડૂતોનાં હાથમાંથી અને મોંમાંથી કોળિયો છીનવાઇ ગયો છે.

ચોમાસું સત્ર પૂરું થયાં બાદ શિયાળામાં પણ રવી વાવેતર હાથ વગુ હોય પણ નવરાત્રી અને દિવાળી અને દેવદિવાળી પર્વ પણ બગાડ્યો છે. કુદરતી આફતોએ અને આગાહીકારો આગાહી પર આગાહીઓ કરી રહ્યા છે અને આગાહી મુજબ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે અને ખેડૂતોનાં ખેતરમાં પાકો જેવા કે કપાસ મગફળી સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં હવે જણસી તો નથી બચી પણ પશુનો ઘાસચારો પણ બગડી ગયો છે. ત્યારે ધોરાજીના રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર અને ધારાસભ્ય અને સાંસદ સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે  ધોરાજીનાં જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ પર ખેડૂતો એકત્રિત થઈને રામધૂન બોલાવી હતી. ત્યારબાદ સરકાર તાત્કાલિક સરવે કરવામાં આવતાં અધિકારી સાથે જાણકારી મેળવી શકે તેવા ખેડૂતને સાથે સરવે કરવામાં માટે મોકલી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો મીડિયા સમક્ષ કરી હતી.  

આ સમાચાર શેર કરો