Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold rate: Despite a huge rise in gold prices in the country, demand has increased by 23 percent, know the reasons behind it

Gold rate: દેશમાં સોનાના ભાવમાં ભારે તેજી છતાં માંગમાં 23 ટકાનો વધારો, જાણો તેની પાછળના કારણો

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gold rate: દેશમાં સોનાના ભાવમાં ભારે તેજી છતાં માંગમાં 23 ટકાનો વધારો, જાણો તેની પાછળના કારણો
સોર્સ : GSTV

Gold rate: સોનાના ભાવમાં આગઝરતી તેજી છતાં વૈશ્વિક સોનાની માંગે ત્રીજા ક્વાર્ટર એટલેકે જુલાઈ-સપ્ટેમ્બર, ત્રિમાસિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 'ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટર'ના ડેટા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ સોનાની માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ રહી હતી. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૨૩ ટકા વધુ છે. જોકે એકંદર વોલ્યુમમાં ઘટાડો થયો છે અને વોલ્યુમમાં માંગ ૧૬ ટકા ઘટી છે.

App Store

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર વિશ્વભરમાં સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન પર પહોંચી છે, જે વાર્ષિક ધોરણે ૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ ૪૪ ટકા વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. ક્વાર્ટર દરમિયાન મજબૂત રોકાણકારોની ખરીદીને કારણે સોનાના ભાવ ૧૩ વખત નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે દાગીનાની માંગમાં ઘટાડો થયો છે.

ડબલ્યુજીસીના આંકડા અનુસાર સોનાની કુલ માંગમાં સૌથી વધુ ફાળો ગોલ્ડ ઈન્વેસ્ટરોએ આપ્યો છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સૌથી વધુ ૨૨૨ ટનની નોંધપાત્ર ખરીદી જોવા મળી છે અને ૨૦૨૦ના રેકોર્ડની નજીક છે. બાર અને કોઈનની માંગ સતત ચોથા ક્વાર્ટરમાં ૩૦૦ ટન (૩૧૬ ટન)થી ઉપર રહી છે. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે યુએસ વ્યાજદરમાં ઘટાડો અને ડોલરની નબળાઈએ રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા બુલિયન બજારમાં સોનાના દાગીનાની માંગ 31 ટકા ઘટીને ૧૭૧.૬ ટનથી ઘટીને ૧૧૭.૭ ટન થઈ ગઈ છે. જોકે, ઘરેણાંની ખરીદીનું મૂલ્ય આશરે ૧,૧૪,૨૭૦ કરોડ પર સ્થિર રહ્યું છે.