Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : UIDA Update: These 3 rules related to Aadhaar card will change from November 1, know this, otherwise there will be trouble

UIDA Update: 1 નવેમ્બરથી આધાર કાર્ડ સાથે સંકળાયેલા બદલાશે આ 3 નિયમ, જાણી લો, નહિતર થશે મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
UIDA Update: 1 નવેમ્બરથી આધાર કાર્ડ સાથે સંકળાયેલા બદલાશે આ 3 નિયમ, જાણી લો, નહિતર થશે મુશ્કેલી
સોર્સ : GSTV

UIDA Update: 1 નવેમ્બર, 2025થી, આધાર કાર્ડ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે

App Store

 વારંવાર આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, આધાર અપડેટ્સને પહેલા કરતા વધુ સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત બનાવ્યા છે. ચાલો આ ફેરફારો વિશે જાણીએ.

આધાર કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે તમારે આધાર અપડેટ કરવા માટે માત્ર થોડી ક્લિકમાં શક્ય થઈ જશે. 1 નવેમ્બર 2025થી UIDAI આધાર કાર્ડથી સંકળાયેલ ઘણા ફેરફાર લાગૂ થશે.

1. હવે ઓનલાઈન જ અપડેટ થશે આધાર કાર્ડ
અગાઉ નામ, સરનામું, જન્મતિથિ અથવા મોબાઈલ નંબરમાં કોઈપણ સુધારો કરાવવા માટે તમારે આધાર સેવા કેન્દ્ર જવું પડતું હતું. પરંતુ હવે 1 નવેમ્બરથી આ આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ શકશે. UIDAIએ નવી સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં તમને અપાયેલી જાણકારી પોતાની મેળે સરકારી ડેટાબેસથી વેરિફાઈ થઈ જશે. જેમ કે, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, અથવા રાશન કાર્ડથી. આનાથી આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા વધુ સલામત અને સુરક્ષિત બનશે

નવી ફી માળખા પ્રમાણે:
નામ, સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ફી 75 રૂપિયા
ફિંગર પ્રિન્ટ, આઈરિસ અથવા ફોટો અપડેટ: 125 રૂપિયા

5થી 7 વર્ષ અને 15થી 17 વર્ષનાં બાળકો માટે બાયો મેટ્રિક અપડેટ ફ્રી
ઓનલાઈન દસ્તાવેજ અપડેટ 14 જૂન 2026 સુધી મફત, ત્યારબાદ કેન્દ્ર પર 75 રૂપિયા ફી લાગશે. આધાર રીપ્રિન્ટ કરવાના 40 રૂપિયા લાગશે.હોમ એનરોલમેન્ટ સર્વિસ: અગાઉ વ્યકિત માટે 700 રૂપિયા, એજ પેજ પર દરેક વધારાના વ્યકિત માટે 350 રૂપિયા

2. આધાર - પાન લિંકિંગ હવે જરૂરી
UIDAIએ એવી ચોખવટ કરી છે કે, દરેક પાનકાર્ડ ધારકને 31 ડિસેમ્બર 2025 સુધી પોતાના પાનકાર્ડને આધારથી લિંક કરવું ફરજિયાત છે. જો તમે આ ન કર્યું તો, 1 જાન્યુઆરી 2026થી તમારું પાન ઈનએક્ટિવ થઈ જશે. આનાથી તમે ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. અને કોઈપણ પ્રકારની લેવડ-દેવડમાં પાનકાર્ડનો ઉપયોગ કરી શકી છો.

3. KYC પ્રોસેસ સરળ થશે
હવે બેંક અથવા નાણાકીય સંસ્થાઓમાં KYC કરવી ખૂબ સરળ થઈ ગયું છે. તમે ત્રણ રીતે KYC પૂરું કરી શકશો. આધાર OTP વેરિફિકેશનથી, વીડિયો KYC થી અથવા ફેસ-ટૂ ફેસ વેરિફિકેશન. આનાથી KYC પ્રક્રિયા સંપૂર્ણ રીતે પેપરલેસ અને સમયનો બચાવ થઈ જશે.