Gandhinagar news: ગાંધીનગર શહેરમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ

Gandhinagar news: ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત રહ્યો છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
ગાંધીનગર શહેરના ઘ-0 પાસે ભરચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો,
રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રિક્ષા સહિતના નાના વાહનો પાણીમાં બંધ થઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. નિયમિત અવર-જવર કરતા લોકોને પણ વરસાદને લીધે તકલીફ વેઠવી પડી હતી.
મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના પગલે ગાંધીનગરના મુખ્ય વિસ્તારો જેવા કે, સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, ઘ-5 વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વરસાદ હાલમાં પણ ચાલુ હોવાથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

