Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold price today: Gold surges ahead of Federal Reserve decision, jumps by 2600 in one go, know today's price of 10 grams of gold

Gold price today: ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોનામાં ઉછાળો, એક ઝાટકે 2600નો ઉછાળો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gold price today: ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોનામાં ઉછાળો, એક ઝાટકે 2600નો ઉછાળો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
સોર્સ : GSTV

Gold price today: દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો પૂર્ણ થયાને એક સપ્તાહ પૂર્ણ થયું છે ત્યારે સોના અને ચાંદીમાં ઘણા ઉતાર-ચઢાવ આવી ચુક્યા છે. જો કે, અમેરિકામાં ફેડરલ રિઝર્વની અતિ મહત્ત્વની ગણવામાં આવી બેઠક પહેલા સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા  મળ્યો છે. બે દિવસના સતત ઘટાડા પછી બુધવારે સોનાએ ફરી તેજી પકડી અને રોકાણકારોને ચોંકાવી દીધા છે.

App Store

સોનામાં ફરીથી જોરદાર ઉછાળો
સોનું એકવાર ફરીથી ચમકી ઉઠયું છે. યુએસની ફેડરલ રિઝર્વની પોલિસી મીટિંગ અગાઉ સોનાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. બુધવારે 10 ગ્રામ (એક તોલા) સોનામાં 2600 રૂપિયાની તેજીની સાથે રેકોર્ડ સ્તરે સોનું પહોંચી ગયું છે. સતત ઘણા દિવસોના ઘટાડા બાદ આવેલી આ તેજીએ રોકાણકારોના ચહેરા પર ફરી સ્મિત સ્મિત પરત લાવ્યું છે.

સોનાનો ભાવ
મળતી માહિતી અનુસાર, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 2,600 વધીને રૂપિયા 1,23,800 પ્રતિ 10 ગ્રામ (ટેક્સ સહિત) થયું. મંગળવારે, તેનો ભાવ રૂપિયા 1,21,200 પ્રતિ 10 ગ્રામ હતો. આ દરમિયાન, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 1,21,800 થી વધીને રૂપિયા 1,24,400 પ્રતિ 10 ગ્રામ થયું.

ચાંદીમાં પણ ભારે  તેજી, રૂપિયા 6,700નો ઉછાળો નોંધાયો
સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. સફેદ ધાતુ રૂપિયા 6,700 વધીને રૂપિયા 1,51,700 પ્રતિ કિલો થઈ ગઈ. મંગળવારે, તે રૂપિયા 1,45,000 પ્રતિ કિલો પર બંધ થયું હતું. નિષ્ણાતો કહે છે કે મધ્ય પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ અને સલામત રોકાણોની માંગમાં વધારો થવાને કારણે સોના અને ચાંદી બંનેમાં વધારો થયો છે.

ઈન્ટરનેશનલ બજારમાં સોનામાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. સ્પોટ ગોલ્ડ 77.26 ડોલર એટલે કે આશરે 1.95 ટકા વધીને 4,029.53 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. આ ત્રણ દિવસના ઘટાડા પછી સોનામાં સૌથી મજબૂત રિબાઉન્ડ રહ્યું. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક અગાઉ રોકાણકાર સોનામાં ફરીથી રસ દાખવી રહ્યા છે. આ સમયે સોનું 4000 ડોલરના સાઈકોલૉજિકલ સ્તરને ફરીથી પ્રાપ્ત કરી ચુક્યું છે.

નિષ્ણાતો શું કહી રહ્યા છે?
મળતી માહિતી અનુસાર, નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે, ફેડના આજ રાત્રિના નિર્ણય પહેલા બજારમાં એવી આશા છે કે વ્યાજ દરમાં 25 ટકા બેસિસ પોઈન્ટનો કાપ મૂકાશે, જો કે, આવું થશે તો સોનાના ભાવને વધુ ટેકો મળશે.

રોકાણકારો માટે સંકેત
ડોલર ઈન્ડેક્સમાં હળવો વધારો હોવા છતાં ફેડના દર કાપ અને અમેરિકી-ચીન વચ્ચે ટ્રેડ ટેન્શનમાં નરબાઈના સંકેતોને લીધે સોનામાં નવું જોમ ભર્યું છે. વર્તમાન જિયો-પોલિટિકલ સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનું એકવાર ફરી રોકાણકારો માટે સૌથી વધુ ભરોસાલાયક સંપત્તિ બનીને સામે આવ્યું છે.