VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ખાબકશે વરસાદ
VIDEO: ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયાને એક અઠવાડિયું વિતી ચુકયું છે. છતાં વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી દર્શાવી છે. જ્યારે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
આવતીકાલે એટલે કે, ગુરુવારે 30 નવેમ્બરે પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે.
31 ઑક્ટોબરે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. દરિયાકિનારે ભારે પવનને લઈ આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન અપાયું છે. રાજ્યના પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે.

