Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Congress held a public outcry rally in Akota, Vadodara, as the worst rains fell

VIDEO: વડોદરાના અકોટામાં સૌથી વધુ ભુવા પડતા કોંગ્રેસે જનાક્રોશ રેલી યોજી રોષ ઠાલવ્યો

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સંસ્કાર નગરી વડોદરાના અકોટા વિસ્તારમાં દિવાળી પૂર્ણ થયાને સપ્તાહ વીતી ગયો હોવા છતાં રસ્તામાં ઠેર-ઠેર ભુવા અને ખાડાઓનું સામ્રાજ્ય પથરાયેલું હોવાથી લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. જેથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલી યોજી ભાજપ શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની અધ્યક્ષતામાં કોંગ્રેસની જનાક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારો અને નેતાઓ પણ જોડાયા હતા.

App Store

વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસન વિરુદ્ઘ પ્લે કાર્ડ સાથે રેલી યોજવામાં આવી હતી. ચોમાસું પૂર્ણ થયું અને દિવાળીના તહેવારો પતી ગયા હોવા છતાં રસ્તાઓ બિસ્માર અને ખાડા, ભુવાથી ભરેલા હોવાથી સ્થાનિકો, વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તંત્રને અકોટાના રસ્તાઓ વિશે ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વારંવાર લાખો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ભુવાઓ પડતા રોડ બંધ કરવો પડયો હોવાનું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું. વડોદરા કોર્પોરેશનને દિવાળીના તહેવારમાં કરેલી ઝાકમઝોળનો મેક-અપ ઉતરી ગયો હોવાના ઋત્વિજ જોશીએ આક્ષેપ મૂક્યો હતો.