Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sheikh Hasina: Former Bangladesh PM Sheikh Hasina to stay in India, boycott Bangladesh's upcoming elections

Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના  ભારતમાં જ રહેશે, બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો બોયકોટ કરશે

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના  ભારતમાં જ રહેશે, બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો બોયકોટ કરશે
સોર્સ : GSTV

Sheikh Hasina: બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન અને ભારતમાં આશરો લઈ રહેલા બેગમ શેખ હસીનાએ બાંગ્લાદેશની પોતાની અવામી લીગ પાર્ટીના સમર્થકોને આગામી વર્ષમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં રાજકીય વિદ્રોહ થયો પછી 15 ઓગસ્ટ 2024થી શેખ હસીના ભારતમાં રહયા પછી પ્રથમ વારે તેમણે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં પોતાની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરી છે. એક ખાનગી સમાચાર એજન્સીએ મોકલેલા સવાલોનો હસીનાએ લેખિત જવાબ આપ્યો હતો.

App Store

રોયટર્સને આપેલા ઈન્ટરવ્યૂમાં હસીનાએ સંકેત આપ્યો છે કે બાંગ્લાદેશ પાછા ફરશે નહી અને ભારતમાં જ રહેશે. ચુંટણી પછી જે પણ સરકાર બનશે તેના શાસનકાળમાં બાંગ્લાદેશ આવશે નહી. શેખ હસીનાએ પોતાના કરોડો કાર્યકરોને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે પરંતુ ગત મે મહિનામાં  ચુંટણી આયોગે અવામી લીગનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું હોવાથી ચૂંટણી લડી શકે તેમ નથી. બાંગ્લાદેશની વર્તમાન અંતરિમ સરકારે અવામી લીગને દેશની સુરક્ષા માટે ખતરારુપ ગણાવી છે.

અંતિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને અવામી લીગની તમામ ગતિવિધીઓ પર પ્રતિબંધ મુકાવી દીધો છે. બાંગ્લાદેશનું રાજકારણ છેલ્લા અઢી દાયકાથી બે મહિલાઓ વચ્ચે ચાલે છે. શેખ હસીનાની અવામી લીગ અને બેગમ ખાલીદા ઝીયાની બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) દેશની સૌથી મોટી પાર્ટીઓ છે. જો હસીનાની અવામી લીગ પાર્ટી ના લડે તો બીએનપીની જીતની શકયતા વધી થઇ જાય છે. જો કે ઈસ્લામિક પાર્ટી જમાતે ઈસ્લામી  પણ પોતાનું વજૂદ સાબિત કરવા મથશે. અવામી લીગના કેટલાક કાર્યકર્તાઓ માને છે કે તેમને છેવટે ચુંટણી લડવાની છૂટ આપવામાં આવશે.