Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : VIDEO: 2 inches of rain in 2 hours in Subir, Dang district, causing waterlogging on the roads

VIDEO: ડાંગ જિલ્લાના સુબીરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કારતક માસ ચાલી રહ્યો છે, પરંતુ અષાઢ માસમાં વરસાદ ખાબકતો હોય તેવી અસર વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે છેલ્લા બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી હતી. ડાંગ જિલ્લાના સુબીરમાં બે કલાકમાં બે ઈંચથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. 

App Store

ડાંગ જિલ્લામાં માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદથી ડાંગ જિલ્લાની મુખ્ય એવી પૂર્ણા નદીના જળસ્તરમાં ભારે વધારો નોંધાયો છે. સુબીર તાલુકાના મહંદઅંશે ડાંગર, વરાઈ, નાગલીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં વઘઈમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.