Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Rainy weather in Mehsana district for 5 days, fear of heavy damage to agricultural crops

VIDEO: મહેસાણા પંથકમાં 5 દિવસથી વરસાદી માહોલ, ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મહેસાણા જિલ્લામાં ગત 5 દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. મહેસાના વિવિધ વિસ્તારો ઊંઝા, વિજાપુર, બેચરાજી, કડી, સતલાસણા, વડનગર, વિસનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત મહેસાણા શહેરમાં પણ ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેથી ખેતીના વિવિધ પાકને નુકસાન થવાની ભારે ભીતિ સેવાઈ રહી છે. ડાંગર, કપાસ, મગફળી સહિતના પાકની લણણીની તૈયારી સમયે માવઠું થવાથી ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જઈ રહ્યો છે. ખેતરમાં તૈયાર પાકમાં વરસાદને પગલે થયેલા નુકસાનથી જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. 
 

App Store

મહેસાણા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. છૂટાછવાયા છાંટા પડ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને લીધે ધોળે દિવસે અંધારું છવાઈ જતાં હાઇવે પર વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ કરી દીધી હતી. છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા આ છૂટાછવાયા વરસાદના કારણે ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જ્યારે બેવડી ઋતુને પગલે આરોગ્ય માટે પણ જોખમ છે.