Gondal news: અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં સામેલ થયાં

સોર્સ : GSTV
Gondal news: ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે જિગીષા પટેલ આજે 30 ઓક્ટોબરના રોજ વિધિવત રીતે રાજકારણમાં જોડાયા છે. આ દરમિયાન ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.
AAPમાં જોડાવવા મામલે જિગીષા પટેલે જણાવ્યું હતું કે, 'ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું, ત્યારે વડીલોએ મને રાજકારણમાં ઝંપલાવવા કહ્યું હતું. અંતે મે AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો. AAP સાથે લોકો ભરોસાથી જોડાઈ રહ્યા છે, ત્યારે હવે પરિવર્તન આવશે.'

