Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani: Adani Group shares shine, market cap jumps by Rs. 48550 crore

Adani: અદાણી ગૃપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Adani: અદાણી ગૃપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો
સોર્સ : GSTV

Adani: અદાણી ગૃપના શેરોએ બુધવારે દલાલ સ્ટ્રીટમાં  ચમક્યા હતા. એક જ કારોબારી સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ વધારો થયો હતો. રોકાણકારોએ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટાલ ગૅસની આગેવાની હેઠળની ગૃપ કંપનીઓના આશાસ્પદ પરિણામોની કમાણીનો ફાયદો મળ્યો હતો.

App Store

અદાણી જૂથના બીજા ત્રિમાસિક પરિણામોએ હાલમાં ગૃપમાં નવા પ્રાણ ફૂંક્યા છે. મુખ્યત્વે રિન્યૂએબલ અને ઉર્જા કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો પ્રેરિત શેરબજારની આ રેલીએ જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાં વ્યાપક ઉછાળો નોંધાવ્યો હતો. 

અદાણી ગ્રીન એનર્જીની વાત કરીએ તો તે નફામાં અગ્રેસર રહી છે. બુધવારે BSEમાં તેના શેર 14% વધીને રૂ. 1145ની ઇન્ટ્રાડે ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની માર્કેટ કેપમાં રૂ. 14,464 કરોડનો વધારો થયો હતો. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 111%નો ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે કુલ આવક વાર્ષિક ધોરણે રૂ. 3249 કરોડ થઈ હતી. 

વીજ વિતરણમાંથી આવક વાર્ષિક ધોરણે 20% વધીને રૂ. 2,776 કરોડ થઈ, જ્યારે EBITDA સેગમેન્ટ 19% વધીને રૂ. 2,543 કરોડ થયું. કંપનીએ ખાવડા (ગુજરાત) અને રાજસ્થાનમાં 5.5 GW નવી ક્ષમતા વધારા અને પ્રોજેક્ટ્સના કમિશનિંગને મજબૂત કામગીરીને તેનો શ્રેય આપ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના ખાવડા ખાતે કંપનીના 30 GW નવીનીકરણીય પ્રોજેક્ટની પ્રગતિ આગળ વધી રહી છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, કાર્યકારી ક્ષમતા 16.7 GW જે અગાઉના વર્ષ કરતાં 49% વધુ છે. અદાણી ગ્રીનને તે ભારતમાં સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા ઉત્પાદક બનાવે છે.
ફ્રાન્સની ટોટાલ એનર્જીઝ સાથે સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગૅસ લિમિટેડ, 8.7% વધીને રૂ. 675ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. તેણે દિવસના માર્કેટ કેપમાં વધારામાં રૂ. 3,558 કરોડનું યોગદાન આપ્યું હતું. કંપનીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ પ્રભાવશાળી પરિણામો આપ્યા છે.

વોલ્યુમ અને આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. 
નવીનીકરણીય અને ગૅસ વ્યવસાયો ઉપરાંત અદાણી ગૃપની અન્ય કંપનીઓ રેલીમાં જોડાઈ હતી. 3.14%ના વધારા પછી અદાણી એન્ટરપ્રાઇઝે બજાર મૂલ્યમાં રૂ. 7,877 કરોડનો ઉમેરો કર્યો હતો, જ્યારે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને રૂ. 7517 કરોડનો વધારો કર્યો કારણ કે શેર 2.83% વધ્યો હતો. અદાણી પાવર 2.51% વધ્યો જેનાથી માર્કેટકેપમાં રૂ. 6460 કરોડનો ઉમેરો થયો જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર 5.22% વધ્યા જેના કારણે તેનું મૂલ્ય રૂ. 5988 કરોડ વધ્યું હતું. આ તરફ અંબુજા સિમેન્ટ્સે રૂ. 2175 કરોડનો ઉમેરો અને ACC લિમિટેડે રૂ. 161 કરોડનું યોગદાન આપ્યું હતું. 

આ તેજી  મહિનાઓની અસ્થિરતા પછી રોકાણકારોના સેન્ટિમેન્ટ્સમાં મજબુતિનો સંકેત આપે છે. મજબૂત કાર્યકારી વૃદ્ધિ, ક્ષમતા વિસ્તરણ અને તેના નવીનીકરણીય અને ઉર્જા પોર્ટફોલિયોમાં સુધારો બજારના વિશ્વાસને ફરીથી મજબુત કરી રહ્યો છે.