Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 700 patients cured of kidney stones without surgery in 11 months at Civil Hospital

Ahmedabad news: સિવિલ હોસ્પિટલમાં 11 માસમાં 700 દર્દીઓને કિડનીમાં પથરીના ઓપરેશન વગર સાજા કર્યા

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સિવિલ હોસ્પિટલમાં 11 માસમાં 700 દર્દીઓને કિડનીમાં પથરીના ઓપરેશન વગર સાજા કર્યા
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના યુરોલૉજી વિભાગના વડા ડૉ. શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, લિથોટ્રિપ્સીએ એક અદ્યતન શરીર ઉપર વાઢકાપ કર્યા સિવાયની સારવાર પદ્ધતિ છે, જેમાં કિડની કે મૂત્રમાર્ગની પથરીઓને  હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સ દ્વારા તોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ ચીરો પડતો નથી, તેથી દર્દીઓને હોસ્પિટલમાં લાંબો સમય રોકાવું પડતું નથી અને તેઓ ઝડપી સ્વસ્થતા અનુભવે છે. સિવિલ હોસ્પિટલના યુરોલૉજી વિભાગ દ્વારા છેલ્લા 11 મહિનામાં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 700 દર્દીઓની  કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી છે. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે.

App Store

ડૉક્ટર શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ 700 દર્દીઓમાંથી  82 ટકા દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી જ્યારે 15.25% કિસ્સામાં બેવાર લિથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષથી લઇ  81 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઈ હતી. આ 700 દર્દીઓમાં 497 પુરુષ દર્દી તેમજ 203 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 185 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 323 દર્દીઓમાં પથરીની સાઇઝ 10થી 15 mm તેમજ 192 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 700 દર્દીઓમાંથી 522 દર્દીઓમાં પથરી કિડનીમાં હતી, જ્યારે 178 દર્દીમાં  પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી. 

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુમાં વધુ પથરીના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ્ધ આ સેવાનો લાભ લેવા  જણાવ્યુ હતુ.

કિડનીની પથરીની સારવારમાં સિવિલ હોસ્પિટલ દ્વારા અપનાવવામાં આવેલો ઝીરો સ્કાર અભિગમ એ માત્ર ટેકનોલૉજી નહીં પરંતુ  કિડનીની પથરીની તકલીફ ધરાવતા  દર્દીઓ ને ઓપરેશન, સ્કાર તેમજ દુખાવા રહિત ની  સારવાર આપવાનો એક માનવીય અભિગમ છે તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.