Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A bogus doctor was caught practicing without a degree in Vadodar village of Patanvav

Rajkot news: પાટણવાવનાં વાડોદર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: પાટણવાવનાં વાડોદર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર ઝડપાયો
સોર્સ : GSTV

Rajkot news: રાજકોટ જિલ્લા ગ્રામ્ય SOG  બ્રાન્ચે ધોરાજીનાં પાટણવાવ ગામનાં વાડોદર ગામે પેટ્રોલિંગ દરમિયાન બોગસ ડૉક્ટર એવા ધવલ વિનોદ બગથરિયા ( ઉ 44 રહે. જૂનાગઢ )ને પકડી પાડયો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવટી તબીબ પાસેથી જુદી-જુદી જાતની એલોપેથિક દવાઓનો જથ્થો રોકડ રકમ મળીનેં જેની કુલ કિંમત રૂપિયા 52,729 કબજે કર્યો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા પાટણવાવના વાડોદર ગામમાં ઘણા સમયથી તબીબી પ્રેક્ટિસ કરતા નકલી ડૉકટરને રાજકોટ ગ્રામ્ય પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયો હતો. આ મુન્નાભાઈ એમબીબીએસ એવા ધવલ વિનોદ પાસેથી વિવિધ દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બોગસ ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને પાટણવાવ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આવાં ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો જો હજુ તપાસ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવે તો આવાં ડિગ્રી વગરનાં લેભાગુ તબીબો મળી શકે તેમ છે.