Surendranagar news: કેન્સરગ્રસ્ત મનોવિકલાંગ દીકરીની સારવાર માટે પિતાએ કર્યું ગાંજાનું વાવેતર, મુદ્દામાલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગુજરાત રાજ્યનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપ

સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગુજરાત રાજ્યનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સાયલા તાલુકાના કસવાડી ગામે દરોડા પાડી 3036 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 15.18 કરોડનો મુદ્દા માલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોતાની પીડિત દીકરીના ઈલાજ માટે પિતાએ પોતાના સાત વિઘા બચેલા ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સાત વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું
આરોપી સંજય તાવીયાની દીકરી બ્લડ કેન્સરથી પીડિત છે અને અત્યાર સુધીમાં આરોપી તેને 73 વખત ડાયાલિસિસ માટે અમદાવાદ લઈ ગયો છે. આ દીકરીની સારવાર માટે તેની પાસે પૈસા ન હોવાથી તેણે ગાંજાનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. પોતાની સાત વીઘા જમીનમાં તેણે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરી તેની મનોવિકલાંગ દીકરીની કેન્સરની સારવાર માટે પૈસા એકઠા કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ખેતરમાં દરોડા પાડીને સંજય તાવીયાને ઝડપ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેડ બાદ પિતા જેલમાં જશે ત્યારબાદ આ પુત્રીની જવાબદારી કોણ ઉઠાવશે તે એક સવાલ છે.






