Bharuch news: બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા, ભાંડો ફૂટતા મહિલાને તરછોડી દીધી
ભરૂચની એક હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધમી બે સંતાનના પિતાએ પોતે અપરિણી

ભરૂચની એક હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધમી બે સંતાનના પિતાએ પોતે અપરિણીત છે તેમ કહી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદમાં નિકાહ કરી હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવી વડોદરા અને અજમેરની હોટલોમાં શારીરિક શોષણ કરી તરછોડી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેરના મધ્યમાં આવેલી એક હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતા મકતમપુર વિસ્તારના મુસ્લિમ યુવકે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની પરિણીતાને માર્ચ-2023થી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો હતો.
પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરનાર યુવક બે સંતાનોનો પિતા
મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી યુવાન પરિણીતાના લગ્ન થયા હતા પરંતુ તે પતિ સાથે રહેતી નહી હોવાથી તેવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી મુસ્લિમ યુવક પરિણીતાને અમદાવાદ લઈ જઈ નિકાહ કરી લીધા હતાં. બાદમાં વડોદરા અને અજમેરની હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. થોડા દિવસો બાદ પરિણીતાને જાણ થઈ હતી કે પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરનાર યુવક બે સંતાનોનો પિતા છે. યુવતીને ફસાવનાર યુવકનો ભાંડો ફૂટતા જ તે હોસ્પિટલમાંથી નોકરી છોડીને જતો રહ્યો હતો.
મુસ્લિમ યુવકનો ફોન પણ સ્વિચ ઓફ આવતા આખરે પરિણીતા ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક પહોંચી હતી અને તા.7 ના રોજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી. પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવનાર યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં યુવકે હિન્દુ પરિણીતાને પોતે અપનાવી લેશે તેવી મૌખિક બાંયેધરી આપ્યા બાદ તે જતો રહ્યો હતો. બીજી બાજુ બાદમાં પાછળથી પરિણીતાએ પણ પોતે ફરિયાદ આપવા માંગતી નહી હોવાનું પોલીસને જણાવ્યું હતું.








