મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાપુનગરમાં પતિ પત્નીના ઝગડામાં પિતાએ પુત્રની કરી હત્યા, પીવડાવ્યું ઝેરી પ્રવાહી

અમદાવાદના બાપુનગરમાં ઘૃણાસ્પદ ઘટના બની છે. બાપુનગરમાં પિતાએ જ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવીને દસ વર્ષન

બાપુનગરમાં પતિ પત્નીના ઝગડામાં પિતાએ પુત્રની કરી હત્યા, પીવડાવ્યું ઝેરી પ્રવાહી

અમદાવાદના બાપુનગરમાં ઘૃણાસ્પદ ઘટના બની છે. બાપુનગરમાં પિતાએ જ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવીને દસ વર્ષના પુત્રની હત્યા કરી છે. પિતાએ જ પુત્રની હત્યા કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. 

બાપુનગરમાં રહેતા કલ્પેશ ગોહેલે પોતાના 10 વર્ષીય પુત્ર ઓમને પાણી સાથે 30 ગ્રામ સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવી દીધું હતું. હત્યા બાદ પિતા ફરાર થઈ ગયો હતો. આરોપીની પત્નિ રિસામણે મહેસાણા ગઈ હતી. ત્યારે પિતા દ્વારા ક્રૂરતાપૂર્વક દીકરાની હત્યા કરી દીધી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલા સરખેજનાં ભૂવા નવલસિંહ દ્વારા પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી હત્યા કરી નાંખી હતી. તે જ રીતે આરોપી પિતા દ્વારા પોતાનાં દીકરાને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
 
બાપુનગરના કલ્પેશ ગોહેલ નામના આરોપીની પુત્રની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પિતાએ જ પુત્રની હત્યા ક્યા કારણોસર કરી તેની તપાસ આદરી છે. પિતાએ હત્યા માટે ઉપયોગમાં લીધેલું કેમિકલ તેને ક્યાંથી મળ્યું તે બાબત પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. આ કેમિકલ કોઈ હોસ્પિટલમાંથી કે પછી કોઈ લેબમાંથી મેળવ્યું છે કે કોઈ કેમિકલની ફેક્ટરીમાંથી મેળવ્યું તેની પણ તપાસ કરવામાં આવશે. 

10 વર્ષના બાળકની હત્યાના કેસમાં આરોપી તો મળી ગયો પરંતુ હવે હત્યાનું કારણ તપાસવામાં આવી રહ્યુ છે. પોલીસે બાળકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પિતાની ઘનિષ્ઠ પૂછપરછ આદરી છે. આરોપીની વધારે પૂછપરછ માટે આગામી દિવસોમાં તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તેમ માનવામા આવે છે.

આ સમાચાર શેર કરો