મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURENDRANAGAR : પરાલી ગામે પુત્રીની હત્યા કરી હત્યારો પિતા ફરાર

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી છે. જિલ્લાના પરાલી ગામે પ

SURENDRANAGAR : પરાલી ગામે પુત્રીની હત્યા કરી હત્યારો પિતા ફરાર

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી છે. જિલ્લાના પરાલી ગામે પુત્રીની હત્યા કરી હત્યારો પિતા ફરાર થયો છે. પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી થયા બાદ ગુસ્સે ભરાયેલા પિતાએ જ પુત્રીની હત્યા કરી નાખી હતી અને બાદમાં પિતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતક પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે   લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર હત્યારા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. 

ધ્રાંગધ્રાના રાજગઢ નજીક રખડતા ઢોર સાથે રીક્ષાની ટક્કર, એકનું મોત બે ઘાયલ

26 જૂને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાજગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. રખડતા ઢોર સાથે રીક્ષાની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ રીક્ષામાં સવાર બે પેસન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઘટનાને પગલે પોલસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો