મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, એક બાળકને રાહદારીએ બચાવ્યો

મહેસાણાના કડીના કરણનગરમાં રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં પિત

મહેસાણા: પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, એક બાળકને રાહદારીએ બચાવ્યો

મહેસાણાના કડીના કરણનગરમાં રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં પિતા અને એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક પુત્રને રાહદારીએ બચાવી લીધો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

કડી તાલુકાના કરણનગર ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા  ભરતભાઈ બજાણીયાએ  બે માસૂમ પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં પિતા ભરતભાઈ અને 2 વર્ષનો હિતાંશુ મોતને ભેટ્યા છે. જ્યારે 4 વર્ષના વિહાનને સ્થાનિકોએ બચાવી લીધો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા કડી પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

મૃતક યુવકના તાજેતરમાં છૂટાછેડા થયા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક યુવક ભરતભાઈના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેઓ બે બાળકો સહિત પરિવાર સાથે રહેતા હતા. પરંતુ થોડા સમય પહેલા તેમની પત્ની વચ્ચે કોઈ કારણે તકરાર થઈ હતી. ચારેક મહિના પહેલા તેમના છૂટાછેડા થયા હતા. જેના પગલે માનસિક ટેન્શનના કારણે આ પગલું ભર્યું હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો