જૂનાગઢ/ વંથલીના રવની ગામમાં પિતા-પુત્રની ગોળી મારીને હત્યા
જૂનાગઢના વંથલીના રવની ગામે મોડી રાત્રે પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. અગાઉના મનદુખ રાખ

જૂનાગઢના વંથલીના રવની ગામે મોડી રાત્રે પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. અગાઉના મનદુખ રાખીને પિતા-પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જિશાન સાંઘ અને તેના પિતા રફિક સાંઘની વાડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરે કહ્યુ કે, મૃતક જિહાનનું બંદૂકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બનાવની વિગતો જોઇએ તો 8 માર્ચ 2023માં રવની ખાતે એક મર્ડર થયું હતું. આ મૃતકે તેની બાતમી આપી હતી જે મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને બાતમી આપનાર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધુળેટીની રાત્રે થઇ હતી હત્યા
વંથલી તાલુકાના રવની ગામમાં ધુળેટીની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારીને અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યાં સુધી યુવકનો જીવ ગયો નહતો ત્યાં સુધી હત્યારા ત્યાં જ રહ્યાં હતા. આ ઘટનામાં બાતમી આપનાર જિશાન સાંઘ નામના યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી છે.






