મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: બાબરા તાલુકાના શીરવાણીયા ગામના સરપંચ પર જીવલેણ હુમલો, 7 શખ્સો માર મારી રફુચક્કર

રાજ્યના અમરેલી-બાબરા તાલુકાના શીરવાણીયા ગામના સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતા અહ

અમરેલી: બાબરા તાલુકાના શીરવાણીયા ગામના સરપંચ પર જીવલેણ હુમલો, 7 શખ્સો માર મારી રફુચક્કર

રાજ્યના અમરેલી-બાબરા તાલુકાના શીરવાણીયા ગામના સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સાત શખ્સો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. આ શખ્સો બે કાર અને બાઈક પર આવ્યા હતા. સરપંચ જોડે ઉગ્ર ચર્ચા કરી ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

જમીનના કેબલના કામને બંધ કરાવાનું કહીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો

પ્રાથમિક માહિતી અનુસાર ગામમાં ચાલતા જમીનના કેબલના કામને બંધ કરાવાનું કહીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ગામના સરપંચ પર હુમલો કરવામાં આવતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મેમો કાંડથી પ્રજા પરેશાન: RTOએ બીજા કામ પડતાં મૂકી વસૂલ્યો લાખોનો દંડ, સરકારને ઊંધા ચશ્મા પહેરાવી અધિકારીઓ મસ્ત

બાબરા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો, અને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો