મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi news: ખેડૂતોએ સમાધાનનું આમંત્રણ ફગાવ્યું, કહ્યું- સરકાર 6 માંગણીઓ પર લેખિત ખાતરી આપે તો જ ચર્ચા કરીશું

મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ સ્

Morbi news: ખેડૂતોએ સમાધાનનું આમંત્રણ ફગાવ્યું, કહ્યું- સરકાર 6 માંગણીઓ પર લેખિત ખાતરી આપે તો જ ચર્ચા કરીશું
આ સમાચાર સાંભળો

મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટપણે સરકારને જણાવ્યું છે કે, 'આમંત્રણ પત્રમાં તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આમ, ખેડૂતોની મુખ્ય 6 માંગણીઓ પર લેખિત ખાતરી આપો તો જ ચર્ચા કરીશું.'

જેતપરના ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું

ખેડૂતોએ પોતાની માંગણીને લઈને જણાવ્યું હતું કે, 'સરકાર જો 6 મુદ્દાની માંગણીઓને 100% સ્વીકારવા તૈયાર હોય તો લેખિતમાં આપે. બીજું કે, જો સરકારને માંગણીઓમાં કોઈ ફેરફાર કે સ્પષ્ટતાની આવશ્યકતા જણાતી હોય તો ગાંધીનગર સ્થિત ઉર્જા વિભાગના સંબંધિત સચિવો-અધિકારીઓ તેમની રજૂઆતનો ટેકનિકલી અભ્યાસ કરે અને આ અભ્યાસના આધારે સરકાર જો કોઈ સુધારેલી દરખાસ્ત એટલે કે કોરિડોરમાં 230% ને બદલે 200% વળતરની વાત રજૂ કરવા માંગતી હોય તો તે પણ લેખિતમાં આપે.'

'6 માંગણીઓ પર લેખિત ખાતરી આપો તો જ ચર્ચા'

સરકાર દ્વારા આપવામાં આવેલા આમંત્રણ પત્રમાં ખેડૂતોની રજૂઆતનો ફક્ત અભ્યાસ કરાયો હોવાનો ઉલ્લેખ છે. જો કે, ખેડૂતોની માંગણી સ્વીકારવા બાબતે કોઈ પ્રકારે લેખિતમાં સ્પષ્ટતા કરવામાં ન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેને પગલે ખેડૂતો દ્વારા સરકારના વાટાઘાટ આમંત્રણ પત્રનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ પોતાની માંગણીને લઈને ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રી મારફત લેખિતમાં યોગ્ય પ્રતિસાદ આપવા મામલે ફરીથી સરકારને જણાવ્યું છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર માંગણીનો સ્વીકારી કરી લેખિતમાં ખાતરી આપશે, આ પછી ખેડૂતો વાટાઘાટો માટે આગળ આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી, જેતપર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની માંગણીને લઈએ આંદોલન કરી રહ્યા છે. તેવામાં આંદોલનકારી ખેડૂતો સરકાર પાસે લેખિતમાં પોતાની માંગણી પૂરી કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો